રાશિઓ અને વ્યવસાય


મેષ: સક્રિય, ધાતુઓ, યંત્રો, કારખાનાઓ, ઉદ્યોગપતિ, એન્જીનીયરીંગને લગતું કાર્ય, મિકેનીકલ એન્જીનીયર, લોખંડ અને સ્ટીલ, વિદ્યુત અને અગ્નિ સંબંધિત કાર્ય, વરાળ બનાવવાનું યંત્ર, ઈંટનો ભઠ્ઠો, કુંભારકામ, ખાણકામ, રસોઈયો, સત્તા અને સરકાર સાથે જોડાયેલ, કેન્દ્ર સરકાર, રાજકારણી, વ્યાપારી સંગઠનના નેતા, સાહસની જરૂરીયાત હોય તેવા ક્ષેત્રો જેવા કે લશ્કર અને પોલીસ, વાઢકાપ કરનાર તબીબ, ડેન્ટીસ્ટ, લડાયક મિજાજ ધરાવતો રમતવીર, કુસ્તીબાજ, મલ્લ, દોડવીર, પથ્થર, યુદ્ધનું મેદાન, રિયલ એસ્ટેટ.

વૃષભ: ધન અને વૈભવ, વૈભવી વસ્તુઓનો વ્યપાર, આભૂષણો, સૌન્દર્યવર્ધક પ્રસાધનો, સુગંધી દ્રવ્યો, બેન્કિંગ, નાણા ધીરનાર, હિસાબનીસ, ઓડિટર, અર્થશાસ્ત્રી, નાણાખાતું, નાણાકીય સંસ્થાઓ, મધુર કંઠ ધરાવતો ગાયક, કવિ, વાર્તાકાર, અભિનેતા, કલા સંબંધિત વ્યવસાય, ફેશન, દરજી, ફર્નીચર અને ઈન્ટીરીયર ડીઝાઈનીંગ, હસ્તકલા, મનોરંજન ક્ષેત્ર, ફૂલોનો વ્યાપાર, ફળ અને અનાજનો વ્યાપાર, ખાદ્ય પદાર્થો, હોટેલ, ડેરી, વહીવટદાર, મકાન-મિલકત સંબંધિત કાર્ય, ગમાણ.

મિથુન: બૌદ્ધિક વ્યવસાય, પ્રત્યાયન, વાંચન, લેખન, સંવાદ, અનુવાદક, વ્યાખ્યાતા, પુસ્તકો પ્રકાશિત કરનાર, દાર્શનિક, હિસાબનીસ, ઓડિટર, ગણિતશાસ્ત્રી, વ્યાપાર, ક્રય-વિક્રય, સંચાર માધ્યમ, માહિતી અને પ્રસારણ, ટેલીફોન, શિક્ષણખાતું, પત્રકારત્વ, પ્રતિનિધિ, રાજદૂત, સામાજિક પ્રવૃત્તિ, અંતરીક્ષ, વિમાન ચાલક, વકીલ, વૈજ્ઞાનિક, તાલીમ આપનાર, વ્યવસ્થાપક.

કર્ક: મુસાફરી, પ્રવાહી, પાણી, દરિયાને લગતું, નૌકાસૈન્ય, માછીમારી, વહાણ, ખનીજ તેલ, રસાયણ ઉદ્યોગ, ડેરી, દૂધ વેંચનાર, હોટેલ, પરિચારિકા, સેવા-સુશ્રુષા કરનાર, ખાદ્ય પદાર્થ, ઇન્ટીરીયર ડીઝાઈનીંગ, રાચરચીલું, ઇતિહાસકાર, ગ્રાહક સેવા, આયાત-નિકાસ, પરિવહનખાતું, કૃષિ ક્ષેત્ર, કરીયાણાનો કે શાકભાજીનો વ્યાપાર, મોતીનો વ્યાપારી, દારૂ ગાળવાની ભઠ્ઠી, મિનરલ વોટર.

સિંહ: સત્તા, ઉચ્ચ હોદ્દો, સરકાર, રાજકારણ, રાજનીતિ, કૂટનીતિ, રાજદૂત, મંત્રી, વહીવટકર્તા, સરકારી નોકરી, તબીબ ખાસ કરીને હૃદયરોગના તબીબ, રોકાણ કરનાર, શેર, સટ્ટો કરનાર, સામાજિક પ્રવૃત્તિ, ધર્મ, ધર્માદા સંસ્થા.

કન્યા: વેપારી, છૂટક વેંચાણ કરનાર, ઓડિટીંગ, હિસાબનીસ, ગણિતશાસ્ત્રી, કરવેરા, કોમ્પ્યુટર અને સોફ્ટવેરના નિષ્ણાંત, લેખક, અધ્યાપક, વ્યાખ્યાતા, યોજનાખાતું, સંવાદદાતા, પત્રકાર, સંચાર માધ્યમ, તબીબ, તંદુરસ્ત બનાવનાર, પ્રવાસ, જ્યોતિષી.

તુલા: બેન્કિંગ, નાણા, નાણા ધીરનાર, જીવન વીમા, કાયદો, ન્યાયખાતું, ન્યાયધીશ, કૂટનીતિજ્ઞ, અભિનેતા, દિગ્દર્શક, મોડેલ, નૃત્ય, સંગીત, સિનેમા, હોટેલ, બાર, બ્યુટી પાર્લર, સૌન્દર્ય પ્રસાધન, આભૂષણ, સુંગંધી દ્રવ્યો, હસ્તકલા, કાપડનો વ્યાપાર, ફેશન, ઇન્ટીરીયર ડીઝાઈનીંગ, ફોટોગ્રાફર, એર હોસ્ટેસ, મુલાકાતીઓનું સ્વાગત કરનાર, વિજ્ઞાપન કે જાહેરખબર પ્રસિદ્ધ કરવાનો વ્યવસાય, પીડિત હોય તો દારુ અને જુગાર.

વૃશ્ચિક: જ્યોતિષી, ગૂઢ વિદ્યાના જાણકાર, મંત્ર-તંત્ર, વીમા ક્ષેત્ર, યંત્ર, ધાતુ, ખનીજ, એન્જીનીયરીંગ, લોખંડ, ખાણકામ, કૃષિ, કાચો માલ, સંશોધન, શોધક, ગુપ્ત અને રહસ્યમય પ્રવૃતિઓ, જાસૂસ, ખાદ્ય માછલીઓ, પ્રવાહી, રસાયણ, ડ્રગ, દવાઓ, ઝેર, તબીબ, પોલીસ, લશ્કર, નૌકાસૈન્ય.

ધનુ: રમતવીર, દોડવીર, સલાહકાર, વકીલ, કાયદો, ન્યાયધીશ, બેન્કિંગ, નાણાની લેતી-દેતી, નાણાકીય સંસ્થા, ઔદ્યોગિક સાહસ કરનાર, યુદ્ધનું મેદાન, જંગલખાતું, લાકડું વહેરવું, લાકડાનો વ્યાપાર, શિક્ષણખાતું, વ્યાખ્યાતા, તાલીમ આપનાર, વિદેશ વ્યાપાર, વૈદ્ય, આધ્યાત્મિક સંસ્થાઓ, ધર્મ, ધર્માદા સંસ્થા, રીવાજો, મંદિર.

મકર: તેલનો વ્યાપાર, હોટેલ, ખાદ્ય પદાર્થો, ખાણકામ, જૂની વપરાયેલી વસ્તુઓ વેંચનાર, નકામી થયેલી વસ્તુને ફરી વાપરી શકાય તેવી બનાવનાર, ચામડાનો વ્યાપાર, પગરખાં, પત્થર અને રેતીનો વ્યાપાર, મકાન ચણવું, ખાતર અને જંતુનાશક દવાઓ, સ્પેર પાર્ટ, હાર્ડવેરની દુકાન, વ્યવસ્થાપક કે સંચાલક, હમાલ, મજૂર, દરવાન, ડ્રાઈવર.

કુંભ: સંશોધક, સલાહકાર, મનોવિજ્ઞાન, વિજ્ઞાન, ટેકનોલોજી, વહીવટકર્તા, શિક્ષક, વ્યવસ્થાપક, માર્ગદર્શક, જ્યોતિષી, દાર્શનિક, આંકડાશાસ્ત્રી, એન્જીનીયર, કોમ્પ્યુટર નિષ્ણાંત, હાર્ડવેર, ઓટોમોબાઈલ અને એરોપ્લેન એન્જીનીયર, સંશોધન અને વિકાસ, તેલ, પ્રાકૃતિક ગેસ, હવાઈ સેવાઓ, અંતરીક્ષ, ખગોળશાસ્ત્રી, જેલખાતું, સંરક્ષણ, વિસ્ફોટક બનાવવા, અણુશક્તિ, પ્રવાસીઓનો માર્ગદર્શક, કસાઈની દુકાન, જકાત, શેરબજાર, જાસૂસીખાતું.

મીન: તબીબ, વકીલ, હિસાબનીસ, વહીવટકર્તા, દરિયાને લગતું, વહાણ, નૌકાસૈન્ય, દરિયાઈ વસ્તુઓનો વ્યાપાર, રસાયણ અને તેલ, હોસ્પિટલ, જેલ, આશ્રમ, ધર્મ ગુરૂ, અધ્યાપક, પંડિત, પૂજારી, સાધુ, ધાર્મિક સંસ્થા, શિક્ષણ, દવાઓ, બેન્કિંગ, નાણાકીય સંસ્થા, કાયદાખાતું, વિદેશી બાબતો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા